મણિનગર સ્વામિનારાયણ મંદિર સંસ્થાનમાં શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામીના હિંડોળા
Live TV
-
શ્રાવણ મહિનામાં વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળોનું ખૂબ જ મહત્વ હોય છે. હિંડોળા દ્વારા શ્રીકૃષ્ણ અને સહજાનંદ સ્વામીને લાડ લડાવાય છે. હિંડોળા જુદા જુદા પ્રકારના હોય છે. મણિનગર સ્વામિનારાયણ મંદિર સંસ્થાન દ્વારા મુક્તજીવનદાસ સ્વામી બાપાની આજ્ઞાથી અને આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી મહારાજના માગદર્શન હેઠળ જુદા જુદા હિંડોળા જેવા કે સૂકો મેવો, અગરબત્તી, રૂપિયા , રાખડી અને પવિત્રાના હિંડોળા બનાવવામાં આવ્યા છે. સંતોએ રાત દિવસના ઉજાગરા કરીને આવા પ્રકારના જુદા જુદા હિંડોળા બનાવી ભગવાનને હિંડોળે ઝુલાવે છે.
