કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્કમાં ઉમેરાયું નવું આકર્ષણ
Live TV
-
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક અર્થાત જંગલ સફારી પાર્ક. આ પાર્કમાં એક નર સફેદ વાઘ સાથે એક માદા સફેદ વાઘણને લાવવામાં આવતાં નવું આકર્ષણ ઉમેરાયું છે. આ અંગે જંગલ સફારી પાર્કના નિયામક ડૉ. રામરતન નાલાએ જણાવ્યું હતું કે સફેદ નર વાઘ “વીર"ને નવી સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ,મળી છે. સફેદ માદા વાઘ “શક્તિ"ને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરથી લાવવામાં આવેલ છે. સેન્ટ્રલ ઝુ ઓથોરીટીએ એક જ દિવસમાં પરવાનગી આપતાં અહીં લાવવામાં આવ્યા છે. શ્રી નાલાએ જણાવ્યું કે સફેદ વાઘ રીવાના મહારાજાએ વર્ષ ૧૯૫૧માં પકડયો હતો. આ મોહન” રીવાના સફેદ વાધનો જનક કહેવાય છે. આજે જેટલા પણ સફેદ વાઘ જોવા મળે છે તે તમામ “મોહન”ના જ વંશજો છે. આ વીર અને શક્તિ પણ તેની જ જોડી છે.
