કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી
Live TV
-
માતાજીની આરતી ઉતારીને પૂજારી પાસે આશીર્વાદ લીધા હતા
ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બનાસકાંઠાની મુલાકાત દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તેમણે માં અંબાના દર્શન કર્યા હતા અને માતાજીની આરતી ઉતારીને પૂજારી પાસે આશીર્વાદ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, માતાજીના દર્શનની ઈચ્છા પ્રબળ બનતાં તેઓ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે માતાજી સમક્ષ કોરોનાના વિનાશ માટે ,અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં ,તેમને રક્ષણ મળે, તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ન વધે ,તે આપણા સૌની જવાબદારી છે
