ડાંગ જિલ્લામાં ગણપત વસાવાએ 1370 લાખના ખર્ચે તૈયાર થયેલ 7 માર્ગોનું લોકાર્પણ કર્યુ
Live TV
-
આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વધુ 10 કરોડની રકમ ડાંગ જિલ્લાને મળશે
ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં રૂપિયા 1 હજાર 370 લાખના ખર્ચે તૈયાર થયેલા 7 માર્ગોનું ,આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે લોકો સાથે વાત કરતા મંત્રી ગણપત વસાવાએ કહ્યું, કે જનપ્રતિનિધિઓની જાગૃતતા અને રાજ્ય સરકારે જિલ્લાના વન વિસ્તારના 31 જેટલા માર્ગોના નવિનિકરણ માટે ,રૂપિયા 30 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે , ત્યારે આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વધુ 10 કરોડની રકમ , ડાંગ જિલ્લાને મળનાર છે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બીબીબેન ચૌધરી, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલ, માજી મંત્રી કરશન પટેલ, માજી ધારાસભ્ય વિજય પટેલ, ઉપસ્થિત રહ્યા હતા
