Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રૂ. ૧ કરોડની ગ્રાન્ટ ફાળવી

Live TV

X
  • અમરેલી સિવિલ હોસ્પીટલ અને રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા રૂ. ૬૨ લાખ ફાળવ્યા. રૂ. ૭.૫૦ લાખની કિંમતના ૫ અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ. ૩૭.૫૦ લાખ ફાળવ્યા.

    કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની જ્યારે તાતી જરૂર છે એવીઆ પરિસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી રૂ. ૧ કરોડ ફાળવ્યા છે. અમરેલી જિલ્લાના અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા રૂ.૬૨ લાખ ઉપરાંત, હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સુવિધા માટે રૂ. ૭.૫૦ લાખની કિંમતના ૫ અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ. ૩૭.૫૦ લાખની ગ્રાંટ ફાળવણી કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, આગામી માત્ર ૧૫ દિવસમાં પાંચ વેન્ટિલર હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલને મળી જશે. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન સ્થાપવામાં અંદાજે ૬ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. પ્લાન્ટ તૈયાર થતા રોજના ૫૦ થી ૬૦ જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાશે. આમ મંત્રીની ગ્રાન્ટમાંથી અમરેલી જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply