Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠાના ખેડૂતોમાં સ્વૈચ્છીક લોકડાઉનમાં પણ ખુશીનો માહોલ !

Live TV

X
  • કોરોના મહામારી તેમજ સ્વૈચ્છીક લોકડાઉનમાં ગામડામાં કેરી પકવનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ગુજરાત રાજ્ય સહકારી ફળ અને શાકભાજી સંઘ ખેડૂતોના ખેતર થી કેરીની ખરીદી કરી ગુજરાતના છેવાડાના ગામડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની આજથી સાબરકાંઠાના ઇડર થી શરૂઆત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

    ગુજરાત રાજ્ય ધકારી ફળ અને શાકભાજી માર્કેટીંગ અને પ્રોસેસિંગ સંઘ દ્વારા ઇડર ખાતે થી ગુજરાત ના તમામ શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં ઉંચી ગુણવત્તા યુક્ત તેમજ કેમિકલ વગરની કાર્બાઈડ ફ્રી કેસર કેરીની ખરીદી અને વિતરણની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેના પગલે કોરોના મહામારીમાં ઓર્ગેનિક કેરી પકવતા ખેડૂતો માટે સ્વૈચ્છિક લોકડાઉન થવાને પગલે કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના હતી જોકે ગુજરાત ફળ અને શાકભાજી સંઘ આવા ખેડૂતોની વહારે આવી છે તેમજ ગુજરાતના 100 થી વધારે તાલુકા સુધી ખેડુતોની ઓર્ગેનીક કેરી નો સ્વાદ છેવાડા ના ગામડા સુધી પહોચાડવા ની જહેમત આદરી છે.જોકે આજે ચારે તરફ ઓછા સમયમાં કમાઈ લેવાની લાલચમાં દરેક ફળફળાદી સહિત શાકભાજીમાં કાર્બાઈડ રૂપી ઝેર પીરસાઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠાના ઇડર થી ઝેર વિનાની કેરી ઓછા ભાવે છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવાનો પ્રયાસ કરાતા કેરી પકવતા ખેડૂતોને આર્થિક દૃષ્ટિએ મદદરૂપ થઈ શકાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.તો બીજી તરફ કોરોના મહામારી વચ્ચે કેમિકલ વગરની કેરીનો સ્વાદ ગુજરાત માણી શકે તેવો પ્રયાસ થતાં ખેડૂત આલમમાં ખુશી વ્યાપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply