સાબરકાંઠામાં આજથી ઇડરમાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું
Live TV
-
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સાબરકાંઠામાં આજથી ઇડરમાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી આઠ દિવસ સુધી બંને શહેરોમાં દૂધ અને મેડિકલ સિવાયની ચીજ વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે તેમજ સ્વૈચ્છિક રીતે લેવાયેલા નિર્ણયને પગલે વહીવટીતંત્રનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
કોરોના મહામારીને પગલે દિનપ્રતિદિન હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેમજ જિલ્લાની ખાનગી તેમજ સરકારી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. ત્યારે કોરોના સંક્રમણની જેમ તોડવા માટે લોકડાઉનની જરૂરિયાત ઊભી થઈ છે. તેવા સમય-સંજોગે સાબરકાંઠાના ઇડર શહેરમા આજથી આગામી આઠ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે દૂધ અને મેડિકલ સિવાયના તમામ ધંધા-રોજગાર બંધ રાખવા માટે વહીવટીતંત્ર આગળ આવ્યું છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણયને આવકારવામાં આવ્યો છે. જો કે દિવસેને દિવસે વધતા જતા કોરોના સંક્રમણ સામે આગામી સમયમાં ઠોસ નિર્ણયની જરૂરિયાત હતી તેવા સમયે સાબરકાંઠાના પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેપારી મહામંડળ અને પાલિકા દ્વારા કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે આજથી તમામ વેપાર ધંધા-રોજગાર બંધ રાખવા સહમતી થઇ છે જે આગામી 5 મે સુધી યથાવત રહેનાર છે. જેના પગલે ઇડરમાં લેવાયેલા સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને પગલે કોરોના સંક્રમણ સામે મહત્વનું પગલું સાબિત થઈ શકે તેમ છે. ત્યારે જોવું એ રહ્યું છે આજે લેવાયેલો નિર્ણય આગામી સમયમાં લેવાની કેટલો સફળ બની રહે છે.
