ખાંધલી: સ્થાનિક સરપંચ દ્વારા 78ની થીમ સાથે વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો આરંભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે મન કી બાતનું 78મું સંસ્કરણ રજૂ કરાયું. આ સંદર્ભે આણંદ જિલ્લાના ખાંધલી ગામ ખાતે સ્થાનિક સરપંચ ભરત સોલંકી દ્રારા 78 વુક્ષો, 78 બ્લડ ડોનેશન, 78 લાખના વિકાસ કામો, 78 બાળકોને ભોજન જેવા 78ની થીમ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના સાંસદ મિતેષ પટેલની અધ્યક્ષતા હેઠળ કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગ્રામજનોએ પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને સાંભળવાનો લહાવો લીધો હતો.
આવા ઉમદા વિકાસ કાર્યોના થીમ સાથે આરંભાયેલા કામથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યોમાં ગ્રામજનોનો પણ સંપૂર્ણ સહયોગ રહ્યો.
