રાજ્ય સરકારની ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત જિલ્લો બનાવવાની નેમ
Live TV
-
રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત જિલ્લો બનાવવાની નેમ સાથે 'દેશી ગાય આધારિત' પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય આપવાની યોજના અમલી બનાવી છે.
આ યોજના અંતર્ગત જે ખેડૂતો રાસાયણિક ખાતરો, અને રાસાયણિક દવાઓના ઉપયોગ વિના દેશી ગાય નિભાવીને, ગાય આધારિત કુદરતી/પ્રાકૃતિક ખેતી કરે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે, ખરીફ સીઝનમાં પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયા અને જો તેની તેજ જમીનમાં રવિ અથવા ઉનાળુ સીઝનમાં ફરીથી પ્રાકૃતિક રીતે કોઇ પણ પાક લેશે તો તેમને ફરીથી પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય, તેમના બેંક ખાતામા જમા કરવામાં આવશે.
ડાંગ જિલ્લાના 'આત્મા પ્રોજેકટ' ના નિયામક પ્રવિણ માંડાણીએ જણાવ્યું કે એક ખેડૂતને વધુમાં વધુ બે હેક્ટર માટે આ સહાય મળી શકશે. બે હેક્ટર કે તેનાથી વધુ જમીનવાળા ખેડૂતો, બંન્ને સીઝનમા ઓછામાં ઓછી બે હેક્ટર જમીનમાં ગાય આધારિત ખેતી કરીને ૨૦૦૦૦ રૂપિયા સુધીની સહાય મેળવી શકશે.
આ યોજના માટે તારીખ ૨૯/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી થઇ શકાશે.
