ખેડા જિલ્લોઃ વિદેશમાં વસતા ગામલોકોએ કોરોના અંતર્ગત ભંડોળ મોકલી વતનનું ઋણ ચૂકવ્યું
Live TV
-
કોરોના મહામારીમાં ખેડા જિલ્લાના ગામડાઓમાં રહેતા અને હાલમાં વિદેશમાં વસતા ગામલોકોએ પોતાના માદરે વતન માટે કોરોના અંતર્ગત ભંડોળ મોકલી વતનનું ઋણ ચુકવ્યુ છે. કપડવંજના આંત્રોલી ગામનાં વતની અને હાલ કેનેડા, યુ.કે અને અમેરિકા જેવા દેશોમાં વસતા લોકો ગામની વહારે આવ્યા છે અને ભંડોળ એકઠું કરી ગામમાં મદદરૂપ થઈ રહ્યાં છે. વિદેશથી મળેલા ભંડોળમાંથી આંત્રોલી યુથ દ્વારા માસ્ક, ઓક્સોમિટર, પીપીઈ કીટ, થર્મોમીટર, રિસ્પ્રીરેટરી સ્ટીમર, આર્યુવેદિક ઉકાળા, આર્યુવેદિક કીટ, સેનેટાઇઝંર, માસ્ક સહિત રૂપિયા ચાર હજાર ની એક કીટ તૈયાર કરી ફ્રીમા વિતરણ કરવાની કામગીરી કરવામા આવે છે. તેમજ ઇમરજન્સીમાં ઓક્સિજનની જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા કરવામા આવી છે.
