વેરાવળના દરિયામાં ફસાયેલી બે બોટના આઠ ખલાસીઓનો સફળ બચાવ
Live TV
-
વેરાવળના દરિયામાં ફસાયેલી બે બોટના આઠ જેટલા ખલાસીઓને બચાવી લેવામાં મહત્વની સફળતા મળી છે. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી રેસ્ક્યુની કામગીરીમાં તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. આ રેસક્યુ ઓપરેશનમાં કોસ્ટગાર્ડના જવાનો મરીન પોલીસનો સ્ટાફ સાથે માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહીત આગેવાનોએ જીવના જોખમે કામગીરી કરી હતી. જો કે બંને બોટ દરિયામાં જળસમાધિ લે તેવી શક્યતા છે.
