અમરેલી: તાઉ-તે વાવાઝોડાના કારણે પડી ગયેલા વૃક્ષો પર વસવાટ કરતા અનેક પોપટોને પોલીસ દ્વારા બચાવી લેવાયા
Live TV
-
રાજ્યમાં સોમવાર સાંજથી તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું હતું. ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા પૈકીનો એક જિલ્લો અમરેલી છે. ત્યારે આ વાવાઝોડા દરમિયાન અમરેલીમાં પક્ષીઓને પણ હાલાકી પડી હતી. અમરેલી શહેરના સરદાર સર્કલ આસપાસના વિસ્તારમાં વડ, લિંબડો, પીપળો સહિતના વિવિધ વૃક્ષો ઉપર હજારોની સંખ્યામાં પોપટનો વસવાટ હતો. આ તાઉ-તે વાવાઝોડાના કારણે રાત્રિના સમયે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે વૃક્ષો પડી જતાં તેની ઉપર વસવાટ કરતાં હજારો પોપટ નીચે પડીને મૃત્યુ પામ્યા હતા. આ વાવાઝોડાના કારણે પોપટો ચિચિયારી બોલાવતા હતા. જેના કારણે અમરેલી જિલ્લાના પોલીસ જવાનો દ્વારા આવા નિરાધાર બનેલા 400 થી 500 પોપટને બચાવવી લેવામાં આવ્યા છે. પોલીસ જવાનો દ્વારા આ પોપટોને બોક્સ કેરેટ લઈને તેની સારવાર કરાઈ હતી. તેમજ આ પોપટોને દાણા, મરચાં સહિતનું ખાવાનું પૂરું પાડવામાં આવ્યું હતું. બાદમાં સવારે પોપટોને મુક્ત કરાયા હતા.
