ખેડા ભૂતનાથ મંદિરમાં 11 હજાર દિપ પ્રગટાવી દેવદિવાળી ઉજવણી
Live TV
-
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર તેમજ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે દેવ દેવાળીને લઈ દીવડા પ્રગટાવી ખાસ ઉજવણી કરાઈ
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર તેમજ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે દેવ દેવાળીને લઈ દીવડા પ્રગટાવી ખાસ ઉજવણી કરવામાં આવી હતી. દેવ દિવાળી નિમિત્તે પ્રતિવર્ષની જેમ ખેડા-આણંદ જિલ્લાના ખેડૂતો તેમજ નાના દૂધ ઉત્પાદકોએ શ્રી સંતરામ મંદિર નડિયાદ આવી સવારનું પ્રથમ દૂધ શ્રી સંતરામ મંદિરને અર્પણ કરી સંતરામ મહારાજ ની સમાધિના દર્શન કર્યા હતા. સંધ્યાકાળે નડિયાદ શહેરના સ્મશાન ગૃહની બાજુમાં આવેલ ભુતનાથ બાબાના મંદિરના મહંત કાર્તિકે બાબા દ્વારા તેમજ સ્વયંસેવકો દ્વારા સ્મશાન ગૃહમાં તેમજ ભૂતનાથ મંદિરમાં ૧૧ હજાર ઉપરાંત દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરી હતી. સાથે સાથે 108 દિવસનો હવન પણ ચાલુ છે. વિશ્વ શાંતિ માટે તથા કોરોના જેવી મહામારી દૂર થાય તે હેતુથી યજ્ઞ શરૂ કર્યો છે.
