Skip to main content
Settings Settings for Dark

ખેતીમાં નવતર પ્રયોગો કરતા ડીસાના ખેડૂતની ગુજરાતના 4 શ્રેષ્ઠ ખેડૂતોમાં પસંદગી

Live TV

X
  • પ્રવર્તમાન આધુનિક જમાનામાં ખેતીમાં પણ આધુનિકતા અપનાવી મબલખ આવક મેળવી શકાય છે. રાજ્યના ઘણા પ્રગતિશીલ ખેડૂતો ખેતીમાં સમયાનુસાર આધુનિકતા અને ખવત પદ્ધતિઓ અપનાવી, ખેતી દ્વારા જ સુખી સંપન્ન થવા લાગ્યા છે. આવી જ આધુનિકતા અપનાવી છે ડીસાના પ્રગતિશીલ ખેડૂત કનવરજીભાઈ ઠાકોર. કનવરજીભાઈ વર્ષ દરમિયાન મગફળી અને બટાકાની ખેતીનું મબલખ વાવેતર કરે છે, પરંતુ મગફળી અને બટાકાના વાવેતર વચ્ચે એક મહિના જેટલા સમયનો ખાલી ગાળો રહેતો હોય છે. કનવરજીભાઈએ અગાઉ આ ફ્રી સમયમાં સૂકી ડુંગળીની ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. આ પ્રયોગથી તેમના માટે સફળ નીવડ્યો. વાવેતરના પ્રથમ વર્ષે જ વીઘા દીઠ તેમને રૂપિયા 50 હજારનો નફો થયો હતો. ત્યારબાદ કનવરજીભાઈએ દર વર્ષે આ ફ્રી સમયમાં સૂકી ડુંગળીનું વાવેતર વધારતા ગયા અને આજે તેઓ માત્ર સૂકી ડુંગળી માંથીજ વર્ષે 5 થી 7 લાખ રૂપિયાની અવાક પ્રાપ્ત કરવા લાગ્યા છે.
    કનવરજીભાઈ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બન્યા હોવાથી પીપીજી ગ્રુપ દ્વારા ગુજરાતના ચાર શ્રેષ્ઠ ખેડૂતોમાં તેમની પસંદગી કરવામાં આવી છે. ત્યારે કનવરજીભાઈ ખેતીમાં નવતર પ્રયોગ અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply