Skip to main content
Settings Settings for Dark

ખોડીયાર - ચાંદલોડિયા વચ્ચે સ્થિત જગતપુર રેલ્વે ક્રોસિંગ પરનો જાહેર માર્ગ ત્રણ મહિના સુધી રહેશે બંધ

Live TV

X
  • પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના અમદાવાદ - પાલનપુર રેલ ખંડના ખોડિયાર અને ચાંદલોડિયા વચ્ચે સ્થિત જગતપુર રેલ્વે ક્રોસિંગ 6 ને સમાંતર જાહેર માર્ગ પર ડ્રેનેજ પાઈપલાઈન નિર્માણ માટે આ સડક માર્ગ વપરાશકર્તાઓ માટે 20 ડિસેમ્બર 2020 થી આગામી 3 મહિના માટે આવન જાવન માટે બંધ રહેશે. નોંધનીય છે કે, આ રેલ્વે ક્રોસિંગના સમાંતર જાહેર માર્ગથી રેલ્વે ટ્રેક હેઠળ ડ્રેનેજ લાઇન પસાર કરવા નિર્માણ હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામના કામ માટે પશ્ચિમ રેલ્વેને ડિપોઝિટ ટર્મના આધારે ડ્રેનેજ પાઇપલાઇન બનાવવાની દરખાસ્ત છે. જેના માટે 20 ડિસેમ્બર 2020 થી કામ શરૂ કરવામાં આવશે. આ કામ પશ્ચિમ રેલ્વે દ્વારા ઉચ્ચ અગ્રતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે. જેથી જનતાને આ પ્રોજેક્ટનો જલ્દી અને સીધો લાભ મળી શકે. આ કારણોસર, રેલ્વે ક્રોસિંગની સમાંતર ડાબી બાજુએ જાહેર રસ્તો ત્રણ મહિના સુધી બંધ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply