Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ પારો ગગડતા જનજીવન પ્રભાવિત

Live TV

X
  • કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ પારો સતત નીચે ગગડતા જનજીવન પ્રભાવિત થયું હતું. નલિયામાં છેલ્લા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી નીચે ગગડ્યો હતો.તો આજે તાપમાન 9 ડિગ્રી પર સ્થિર થતાં નલિયા સહિત અબડાસાના મોટાભાગના વિસ્તારોમાં હાડ થિજાવતી ઠંડીની અનુભુતિ થઈ હતી. કચ્છ જિલ્લામાં ચાલુવર્ષે વરસેલા રેકોર્ડ બ્રેક વરસાદ બાદ શિયાળો પણ ધ્રુજાવી દેનારો બની રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણાં કરતા નજરે ચડ્યા હતા. તીવ્ર ઠંડીના લીધે સવારે માર્ગો પર પણ ઓછી ચહલ પહલ જોવા મળી હતી. જિલ્લા મથક ભૂજમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ન્યુ કંડલામાં ૧૩.૧, કંડલા એરપોર્ટ પર ૧૩.૭ ડિગ્રી તાપમાન નોંધાતા ગાંધીધામ, આદિપુર, અંજાર પંથકમાં પણ ઠંડીની સારી એવી અનુભૂતિ થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply