ગુજરાતના એકમાત્ર ગિરિમથક ડાંગના સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો
Live TV
-
ગુજરાતનુ એકમાત્ર ગિરિમથક એટલે ડાંગ જિલ્લાનુ સાપુતારા. જ્યા કોરોના મહામારી વચ્ચે પણ રાજ્યના આ એકમાત્ર ગિરિમથકના ખુશનુમા વાતાવરણને પગલે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. જેમાં શનિ રવિવારના જેવા રજાના દિવસે પ્રવાસીઓ આનંદ માણવા આ સ્થળે ઉમટી પડ્યાં હતા. ખાસ કરીને નૌકાવિહાર, ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર એક્ટિવિટીમાં પણ ભારે ભીડ જોવા મળી હતી.
