ગાંધીનગરઃ વાવોલ ખાતે BJP મહિલા મોરચા દ્વારા આરતી સુશોભન અને મોદક સ્પર્ધાનું આયોજન
Live TV
-
ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગાંધીનગર મહાનગર દ્વારા આયોજિત આરતી સુશોભન તથા મોદક સ્પર્ધા વોર્ડ નં.-7 વાવોલમાં ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં બહેનો ઉત્સાહભેર ભાગ લીધો.જેમા ગાંધીનગર મહાનગર મહિલા મોરચા પ્રમુખ પ્રિયાબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચા આમંત્રીત સભ્ય પરમજીત કૌર છાબડા, મહાનગર મહિલા મોરચા મહામંત્રી વર્ષાબેન શુક્લ અને હર્ષાબા ધાંધલ,ઉપપ્રમુખ ઉર્મિલાબેન, એસટી મોર્ચા પ્રમુખ આરતીબેન, વોર્ડ મહિલા મોરચા ટીમ, વોર્ડ ટીમ,યુવા મોરચાની ટીમ, ઉમેદવારશ્રીઓ હાજર રહ્યાં.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પરમજીત કૌર છાબડાએ સેવા આપી.બહેનોને ઉમેદવારઓ તરફથી ઈનામો આપવામાં આવ્યા.
