ગિરનારની ગોદમાં કલાનો વરસાદ: "સ્વપ્ન યુવા વિકાસ મંડળ" દ્વારા ગીત-ગઝલનો અનોખો કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગિરનારની ગોદમાં કલાનો વરસાદ: "સ્વપ્ન યુવા વિકાસ મંડળ" દ્વારા ગીત-ગઝલનો અનોખો કાર્યક્રમ યોજાયો
ચોમાસાના આગમન સાથે જ ગિરનાર ક્ષેત્રની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ
મનમોહક વાતાવરણમાં જૂનાગઢના કલારસિકો માટે "સ્વપ્ન યુવા વિકાસ મંડળ" દ્વારા ગીત, ગઝલ, કવિતા, દુહા અને છંદ રજૂ કરવાનો એક અનોખો અને નિઃશુલ્ક કાર્યક્રમ ગિરનાર દરવાજા સ્થિત ગાર્ડન કાફે ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના મોટી સંખ્યામાં કલાપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વરસાદી માહોલને અનુરૂપ ગીતો, ગઝલો, દુહા-છંદ અને નૃત્યની રમઝટ જામી હતી, જેમાં કલાકારોએ પોતાની અદભૂત રજૂઆતોથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ નવા અને ઉગતા કલાકારો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં સફળ રહ્યો હતો, જે ખરેખર આવકાર્ય પગલું છે. આવી સંસ્થાઓ દ્વારા અપાતું પ્રોત્સાહન નવા કલાકારો માટે ખૂબ જ પ્રેરણાદાયક સાબિત થાય છે.
આ પ્રસંગે ઇવેન્ટના આયોજક હર્ષદ વાજાએ જણાવ્યું હતું કે, "વરસાદી માહોલમાં આ પ્રથમ ઇવેન્ટની સફળતા અમને આવા પ્રકારની નિઃશુલ્ક ઇવેન્ટ્સ કરવા અને જૂનાગઢના કલાકારો માટે કંઈક નવું કરવા માટે પ્રોત્સાહિત કરશે."
"સ્વપ્ન યુવા વિકાસ મંડળ"નો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે, જે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડે છે.
