ગાંધીનગર સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં મેગેઝિનનું ખાસ વેચાણ: 90% ડિસ્કાઉન્ટ સાથે વાંચનને પ્રોત્સાહન
Live TV
-
ગાંધીનગર સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં મેગેઝિનનું ખાસ વેચાણ: 90% ડિસ્કાઉન્ટ સાથે વાંચનને પ્રોત્સાહન
વાંચનને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી, ગાંધીનગરની સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી આ શનિવાર અને રવિવારે એક ખાસ વેચાણનું આયોજન કરી રહી છે. આ વેચાણમાં છેલ્લા બે વર્ષના લગભગ 100 મેગેઝિન તેમની મૂળ કિંમતના માત્ર 10% રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.આનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વધુને વધુ લોકો તેમને વાંચી શકે, કારણ કે તે ખૂબ જ ઓછા ભાવે ઉપલબ્ધ થાય છે.
આ વેચાણ એવા લોકો માટે ખાસ કરીને ફાયદાકારક છે જેઓ નાણાકીય મુશ્કેલીઓ અથવા પુસ્તકાલયની મુલાકાત લેવા માટે સમયના અભાવે મેગેઝિન વાંચી શકતા નથી. તેઓ આ તકનો લાભ લઈને જથ્થાબંધ મેગેઝિન ખરીદી શકે છે. "અહીં પુસ્તક વાંચનાર યુવા, વૃદ્ધ અને વિદ્યાર્થીઓ જો મેગેઝિન ઘરે લઈ જાય, તો વધુ લોકો તેને વધુ વાંચી શકે છે," તેવી સંભાવનાથી આ આયોજન કરવામાં આવ્યું છે.
આ વેચાણ શનિવારે સવારે 8.30 થી 11 વાગ્યાની વચ્ચે અને રવિવારે સવારે 8 થી 11 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જ્યાં સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા આ કવાયત દર વર્ષે હાથ ધરવામાં આવે છે, ત્યાં જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલી પુસ્તકાલયો દર બે-ત્રણ મહિનામાં આવા વેચાણનું આયોજન કરે છે.