Skip to main content
Settings Settings for Dark

ગીરનાં જંગલમાં હજારો પ્રાણીઓ પક્ષીઓ માટે વન વિભાગે 400 થી વધુ જગ્યાઓએ કૃત્રિમ પાણીનાં પોઈન્ટ બનાવ્યા

Live TV

X
  • ગીરનાં જંગલમાં ચોમાસામાં વરસાદ મોટી માત્રામાં થાય છે પણ ડિસેમ્બર માસ પછી નદીઓ, તળાવો જેવા પ્રાકૃતિક પાણીનાં સ્ત્રોત ગરમીનાં કારણે સુકાઈ જાય છે. જેથી જંગલમાં વસતા એશિયાટિક સિંહો અને અન્ય પશુઓની તરસ ઓલવવા વન વિભાગે 400 થી વધુ જગ્યાઓએ કૃત્રિમ પાણીનાં પોઈન્ટ બનાવ્યા છે. જેમાં નિયમીત રીતે પાણીનાં ટેન્કર મારફતે, પવન ચક્કી દ્વારા અને સોલર અને અન્ય રીતે પાણી ભરવામાં આવે છે. ગીર જંગલમાં 674 સિંહ, 400 થી વધુ દીપડા અને સાબર, હરણ સહિત હજારો પ્રાણીઓ, પક્ષીઓ અને જીવ જંતુઓ વસવાટ કરે છે. જંગલમાં ડીસેમ્બર પછી 15મી જૂન સુધી પાણીની અછત સર્જાતી હોય છે જેથી ગરમીની ઋતુમાં કુદરતી રીતે પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે વન વિભાગે સાસણ અને ગીર પંથકમાં યુદ્ધનાં ધોરણે પાણીનાં કૃત્રિમ પોઈટ બનાવી પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. ગીર જંગલમાં આવેલી સાત નદીઓ અને નાળાઓનાં પાણી સૂકાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે પાણીનાં કુંડા જમીન ખોદી અને રકાબી આકારનાં મોટા બનાવવામાં આવ્યા છે જેથી કોઈ પણ વન્યપ્રાણીને પાણી પીવામાં મુશ્કેલી ન થાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply