Skip to main content
Settings Settings for Dark

ગીરના જંગલમાં અઢી મહિના પહેલાં જાળમાં ફસાયેલી હાલતમાં મળી આવેલા અજગરને નવું જીવન મળ્યું

Live TV

X
  • ગીરના જંગલમાં અઢી મહિના પહેલાં જાળમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. આ અજગર ગંભીર રીતે ઘવાયેલો હોવાથી તેની સતત સારવાર કરાયા બાદ તેને હવે જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો. 

    પશ્ચિમ ગીર જંગલ વિભાગના વિસ્તારમાં જામવાળા રેન્જમાં છારા રાઉન્ડમાં અઢી મહિના પહેલાં એક સ્થાનિક વ્યક્તિએ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, એક ઈન્ડિયન રોક પાયથન (અજગર) ઘવાયેલી અવસ્થામાં મળ્યો છે અને તે ગંભીર રીતે ઘવાયેલો છે. આ કોલ મળતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માછીમારીની જાળમાં ફસાયેલા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ અજગરના શરીર પર ઉંડા ઘા પડ્યા હતા. આ અજગરનું રેસ્ક્યુ ટીમે સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. વેટરનરી ડોક્ટર ઈદરીશ અને તેમની ટીમે જામવાળાના રેસ્ક્યુ સેન્ટર પર આ અજગરની સારવાર કરી હતી. 2.5 મહિના સુધી આ અજગરની સારવાર ચાલી હતી અને ત્યાર બાદ અજગર સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ જતાં ગીર જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો. વન વિભગા અને ડોક્ટરની ટીમે આ સફળ કામગીરી કરીને એક અજગરને નવું જીવન આપ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply