Skip to main content
Settings Settings for Dark

ભારતીય શાસ્ત્રોમાં ઉત્તરાયણના દિવસે વર્ણવવામાં આવ્યો છે ગૌ પૂજનનો મહિમા

Live TV

X
  • રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. પતંગ ચગાવવાના આનંદની સાથે ભારતીય શાસ્ત્રોમાં ઉત્તરાયણના દિવસે ગૌપૂજનનો પણ મહિમા વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે ગૌ માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલી SGVP ગુરુકુળની શાખાના સંતો અને હરિભક્તો દ્વારા ગૌપૂજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના વરિષ્ઠ સંત ઘર્મ-પ્રિયદાસજી સ્વામી અને કોઠારી મુક્ત-સ્વરુપદાસજી સ્વામીએ ગાયોને ફળો તથા લીલો ચારો ખવડાવી ગીર ગાયોનું પૂજન કર્યું હતું. જો કે, કોરોનાના કારણે દર્શનાર્થીઓ અને ભક્તો માત્ર વર્ચ્યુઅલ માધ્યમથી જ જોડાયા હતા.  દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના ઋષિકુમારોએ વેદગાનથી ગૌમાતાને નમન કરી, શાબ્દિક પૂજન પણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply