રાજકોટ: પોલીસ હેડ કોન્સ્ટેબલની દિકરીએ મેળવ્યો IIT કાનપુરમાં પ્રવેશ
Live TV
-
રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઈકબાલભાઈ મોરવાડીયાની દિકરી આઈશાને IIT કાનપુરમાં એડમિશન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આઈશા IIT કાનપુર ખાતે સ્પેસ એન્ડ રીસર્ચમાં માસ્ટર કરશે. આઈશાએ જણાવ્યું હતું કે, તેને નાનપણથી જ સ્પેશમાં જવાનો શોખ છે. આ શોખને પૂર્ણ કરવા માટે તે મન લગાવીને અભ્યાસ કરી રહી છે. આઈશાની સફળતા અન્ય દિકરીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
