ગીરની લોકપ્રિય કેસર કેરીની આવકમાં થયો ઘટાડો
Live TV
-
ગીરની લોકપ્રિય કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે. ગુજરાતના માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેરીના 5 લાખ, 81 હજારની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં ઓછી છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો હતો. જોકે આ વર્ષે કેરીના એક બોક્સનો ભાવ સરેરાશ 355 રૂપિયા રહ્યો હતો. એટલે કે આ વખતે ખેડૂતોને કેરીના પોષણક્ષમ ભાવ મળ્યા નથી. જોકે, આ વર્ષે સિઝન શરૂ થતા પહેલા કેરીનો પાક ઓછો થાય તેવી સંભાવના હતી. જે સાચી ઠરી હતી. 4 મેથી શરૂ થયેલી કેરીની સિઝન આ વર્ષે 33 દિવસ સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે કેસર કેરીના રસિકોને દર વર્ષે કેરીનો સ્વાદ ચાખવા થોડા રૂપિયા વધુ ખર્ચે છે, પરંતુ કોરોનાના કપરા કાળમાં કેરીની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.
