Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથઃ સનસાઈન સ્કૂલ દ્રારા વાર્ષિક ઉત્સવની કરાઈ ભવ્ય ઉજવણી

Live TV

X
  • ગીર સોમનાથઃ સનસાઈન સ્કૂલ દ્રારા વાર્ષિક ઉત્સવની કરાઈ ભવ્ય ઉજવણી

    શિક્ષણ એ જીવનના ઘડતરનો પાયો છે. માતા પિતા બાદ બાળકના જીવનમાં જો કોઇનું સ્થાન હોય તો એ શિક્ષક છે. સારો શિક્ષક સો માતાની ગરજ સારી શકે છે. વિદ્યાર્થી શિક્ષણ થકી દેશ અને દુનિયામાં પોતાનું નામ ફેલાવી શકે છે. આજે અમો આપને એક એવી સંસ્થા બતાવી રહ્યા છીએ કે જેણે છેલ્લા 17 વર્ષથી ગીર પંથકમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી છે. વિધાથીઓને માત્ર શિક્ષણ જ નહી પરંતુ તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા આ સંસ્થા કાર્યરત રહી છે. આજે ગુજરાત સહીત ઉચ્ચ કક્ષાએ આ શાળાનાં વિદ્યાર્થીઓ કરાટે તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ગીરનું નામ રોશન કરી રહ્યા છે. સાથે સનાતન ધર્મનું રક્ષણ અને રાષ્ટ્ર પ્રેમનુ જતન પણ અહીં થઈ રહ્યુ છે. ગીર સોમનાથ જીલ્લાનાં તાલાળા ખાતે ગીરમાં કેસર કેરીની જેમ શિક્ષણની સુંગધ ફેલાવનાર આ સ્કૂલ દ્રારા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ, શાળા સંચાલક સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ, રાજકીય તથા સામાજીક અગ્રણીઓ અને સેંકડોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ શાળાનાં વિધાથીઓએ રાષ્ટ્ર પ્રેમ, એકતા
    અખંડિતતા, ડિજીટલ ઇન્ડિયા સહિતની કૃતીઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળાનાં વિશાળ મેદાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ ક્ષેત્રે ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કરનાર વિધાથીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply