Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
વિશ્વ વન્યજીવન દિવસ પર જાણો ભારતના વન્યજીવ સ્થળોની માહિતી | DD News Skip to main content
Settings Settings for Dark

વિશ્વ વન્યજીવન દિવસ પર જાણો ભારતના વન્યજીવ સ્થળોની માહિતી

Live TV

X
  • વિશ્વ વન્યજીવન દિવસ પર જાણો ભારતના વન્યજીવ સ્થળોની માહિતી

    3 માર્ચ એટલે કે વિશ્વ વન્યજીવન દિવસ. વિશ્વના જંગલી પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવાતા આ દિવસનું એક ખાસ મહત્વ છે. જૈવવિવિધતાને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુર્લભ વૃક્ષો, દુર્લભ પ્રાણીઓ, વૃક્ષોની પ્રજાતિઓ કેટલાક વિકૃત લોકો દ્વારા તસ્કરી કરવામાં આવતી હોય છે જેને રોકવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ પૃથ્વી પર દરેક જીવને જીવવાનો સમાન અધિકાર રહેલો છે. આજે વિશ્વ વન્યજીવન દિવસ પર ગુજરાત ચર્ચાના માધ્યમ દ્વારા અમે તમને કેટલાક એવા વન્યજીવ સ્થળોની માહિતી આપીસું કે જ્યાં એકવાર તમારે મુલાકાત લેવી જોઈએ.  જ્યાં પ્રકૃતિની સુંદરતા તમારી આંખોમાં વસી જશે. પ્રકૃતિ પ્રેમીએ એકવાર અહીં મુલાકાત લેવી જોઈએ. 

    રાજસ્થાનનું રણથંભોર

    રાજસ્થાન એક રણ વિસ્તાર છે. જ્યાં ઘણા પર્યટન સ્થળો આવેલા છે. એવું જ એક છે રણથંભોર. રાજસ્થાનનું આ રણથંભોરની મુલાકાતે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. 

    આસામનું કાઝીરંગા 

    આસામમાં આવેલું કાઝીરંગા નેશનલ પાર્ક એક ખાસ પ્રાણીને લઈને પ્રખ્યાત છે. કાઝીરંગા નેશનલ પાર્ક શિંગડાવાળા ગેંડા માટે જાણીતું  છે. આ ઉપરાંત અહીં અનેક પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓનો વસવાટ છે.

    પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન

    પશ્ચિમ બંગાળમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. જે વાઘ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવામાં આવે છે. આ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આ ઉપરાંત, તે ઘણી વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિનું ઘર છે

    લદ્દાખમાં આવેલું હેમિસ નેશનલ પાર્ક

    હેમિસ નેશનલ પાર્ક લદ્દાખમાં આવેલું છે. આ પાર્ક બરફ ચિત્તો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અન્ય સંરક્ષિત વિસ્તારોની સરખામણીમાં અહીં દીપડાઓની ગીચતા ઘણી વધારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply