ગુજરાતના બીજા મુખ્યમંત્રી બલવંત રાય મહેતા વિશે ટૂંકમાં માહિતી
Live TV
-
ગુજરાતના બીજા મુખ્ય મંત્રી બલવંત રાય મહેતાની આજે જન્મતિથી છે. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો.
ગુજરાતના બીજા મુખ્ય મંત્રી બલવંત રાય મહેતાની આજે જન્મતિથી છે. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. બળવંતરાય મહેતાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૯નાં રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ બી.એ થયા પછી ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા. ઈ.સ.૧૯૩૦માં ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બે વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો. ઈ.સ.૧૯૪૮માં ધારાસભા પદે ચૂંટાયા. સૌરાષ્ટ્ર અલગ રાજ્યની સ્થાપના થતાં તેઓ નાયબ પંત પ્રધાન બન્યા હતા. ઈ.સ.૧૯૫૨માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯મી સપ્ટેમ્બર૧૯૬૩ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ ગુજરાતમાં પંચાયતીરાજની સ્થાપના કરી. તેમને "પંચાયતી રાજ શિલ્પી" તરીકે ગણવામાં આવે છે. પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાતાં પાકિસ્તાનના યુદ્ધ વિમાનો બળવંતરાયના વિમાન પર બોંબમારો કર્યો. આથી તેમનું વિમાન કચ્છમાં પશ્ચિમે સૂથરી પાસે ભૂજથી ૧૦૦ કિ.મી. દૂર દરિયાકિનારે તૂટી પડ્યું અને આ હોનારતમાં તેઓ અને તેમના પત્ની અવસાન પામ્યા.