ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ એવા ગોપાલ કૃષ્ણ ગોખલે વિશે ટુંકમાં
Live TV
-
આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ એવા ગોપાલ કૃષ્ણ ગોખલેની પુણ્યતિથિ છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા
આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ એવા ગોપાલ કૃષ્ણ ગોખલેની પુણ્યતિથિ છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ એક ખેડૂતને જન્મ્યા હતા. તેઓ શાળાનો અભ્યાસ પૂર્ણ કરીણે મુંબઈ આવી કોલેજ પૂર્ણ કરી હતી. ત્યાર બાદ તેઓ પુણેની ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. તો તેમને ફ્રેગસન કોલેજના પ્રિન્સીપાલ થયા હતા જેના તેઓ પોતે જ સ્થાપક હતા. તેઓ મહાદેવ ગોવિંદ રાનડે જોડે જોડાયેલ હતા. તેમને સમાજના લોકો આગળ વધે તે માટે શાળા-કોલેજ, મોબાઈલ લાઈબ્રેરીઓનું નિર્માણ કરાવ્યું હતું. ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીના રોલ મોડેલ હતા. તેઓએ ત્યારના ભારતની મહાત્મા ગાંધીને રાજકીય અને સમાજિક પરિસ્થિતિ વીશે માહિતી આપી હતી. ગાંધીજીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને એક સાચા સદ્દગૃહસ્થ કહ્યા હતા. આજે ટ્વિટર પર Gopal Krishna Gokhale નો ટ્રેન્ડ શરુ થયો છે જેમાં લોકો તેમને શ્રધાંજલિ અર્પી રહ્યા છે.