ગુજરાતનું એક એવું ગામ, જ્યાં હજુ સુધી નથી થઇ કોરોનાની એન્ટ્રી
Live TV
-
ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખુબ વધી રહ્યું છે. ત્યારે જાફરાબાદ તાલુકાનાં શિયાળબેટમાં હજુ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. શિયાળબેટ ગામ કોરોનાનાં કહેરનાં એક વર્ષ પછી પણ કોરોના મુક્ત ગામ રહ્યું છે. ગામમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શિયાળબેટ ચારે તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલું છે. ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે, જ્યાં માત્ર દરિયાઇ માર્ગે હોડી કે બોટ થકી જ જઇ શકાય છે. ત્યારે શિયાળબેટનાં લોકો કામ વગર અવર-જવર કરતા નથી જેથી તેઓ લોકોનાં સંપર્કમાં પણ ઓછા આવે છે. તેમજ શિયાળબેટ ગામે કોઈ અજાણ્યા વ્યક્તિને ગામમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગામમાં અત્યાર સુધીમાં 472થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
