અમદાવાદનાં અપૂર્વ શાહે કોરોના કાળમાં દેશની સૌથી નાની ભગવત ગીતા બનાવી જેની સાઈઝ માત્ર એક ઈંચ
Live TV
-
અમદાવાદમાં રહેતા અપૂર્વ શાહે કોરોના કાળમાં દેશની સૌથી નાની ભગવત ગીતા બનાવી છે. જેની સાઈઝ માત્ર એક ઈંચની છે. આ એક ઈંચની ગીતામાં 400 પેજ છે અને તેમાં ગીતાનાં તમામ 18 અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. અપૂર્વ શાહનાં કાર્યને કારણે તેમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ નાનકડી એક ઈંચની ગીતા લોકોને ખુબ જ પસંદ આવી રહી છે અને લોકો અપૂર્વ શાહનાં હુનરનાં વખાણ પણ કરી રહ્યા છે.
