Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનું એક માત્ર એવું ગામ જ્યાં પરંપરાગત રીતે બનાવવામાં આવે છે કોપર બેલ

Live TV

X
  • Kaushik Kanthecha, Kutch

    કોપર બેલનું આર્ટ વર્ક 300 વર્ષ જૂનું છે. કચ્છની મુસ્લિમ લુહાર કોમ્યુનિટીના કલાકારોએ આજે પણ મેટલના બેલ બનાવવાની જુની પરંપરાને જાળવી રાખી છે. આ કોમ્યુનિટીનું મૂળ સિંધ પ્રદેશ છે. આ કોમ્યુનિટીના ભાઇઓ મેટલને રીસાઇકલ કરીને તેમાંથી બેલ બનાવે છે. ખોભેલ આમ તો લોખંડમાંથી બનાવવામાં આવે છે જેમાં પિત્તળ અને તાંબાનું કોટિંગ પણ કરવામાં આવે છે એમ કુલ 14 પ્રકારના કોપર બનાવવામાં આવે છે હાલ યુવાનોમાં આ બેલ ખૂબ જ લોકપ્રિય છે. 

    અગાઉ પશુઓનાં ધણ માટે આ પ્રકારના બેલનો ઉપયોગ થતો હતો. ગાય, ભેંસ, ઊંટ જેવા પશુઓના ગળામાં આ બેલ બાંધવામાં આવતું હતું. પશુઓના ધણમાં સૌથી આગળ જે પશુ ચાલે તેના ગળામાં આ બેલ બાંધવામાં આવતું હતું. જ્યારે આજે હવે આ બેલના અવાજમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઉપરાંત હવે હોમ ડેકોરેશન માટે પણ બેલ બનવવામાં આવી રહ્યું છે જેમ કે, વોલ હેંગિંગ, ડોર બેલ, મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, કીચેઇન વગેરે બનાવવામાં આવી રહ્યા છે જેની માંગ પણ ખુબ વધી રહી છે. 

    આ અંગે નિરોણા ગામના બેલ બનાવતા કારીગર અલી ભાઈ લુહાર કહે છે કે, આજે દસ જેટલા મુસ્લિમ લુહાર જાતિના કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ મોટી સાઈઝના બેલ બનાવનારા કારીગરો હવે રહ્યા નથી. નિરોણા ગામના કારીગરો 0 થી 13 નંબર ની સાઈઝ સુધીના બેલ બનાવે છે. જેની કિંમત 50 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધીની હોય છે. એક કારીગર દિવસમાં એક નંબરની સાઈઝના 15 બેલ બનાવી શકે છે. ગુજરાતનું માત્ર આ એક જ એવું ગામ છે જ્યાં પરંપરાગત રીતે બેલ બનાવવામાં આવે છે. 

    આ ઉપરાંત ફેબ્રુઆરી 2020 માં દિલ્હી ખાતે યોજાયેલા હુન્નર હાટમાં કચ્છના 3 સ્ટોલ હતા જેમાં કોપર બેલના સ્ટોલની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ કોપરની બેલ વગાડી હતી અને તેમણે કોપર બેલમાંથી બનાવેલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલુ પસંદ આવ્યું હતું કે તેઓએ રૂ.25,000 માં તેની ખરીદી કરી અને સાથે-સાથે આ કળા બદલ અમને અભિનંદન પણ પાઠવ્યા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply