Skip to main content
Settings Settings for Dark

ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મેલી અન્વીએ બીમારીઓ વચ્ચે પણ હાંસલ કરી યોગ ક્ષેત્રે અકલ્પનીય સિદ્ધિ

Live TV

X
  • અન્વી એટલે જન્મજાત ઘણી બીમારીઓ સાથે જન્મેલ છોકરી કે જે બિમારીઓનો આ વિશ્વમાં કોઈ ઈલાજ નથી જેમકે, ડાઉન સિન્ડ્રોમ, હર્ષસ્પુંગ ડીસીઝ અને હ્રદયમાં માઈટરલ વાલ્વ લીકેજ અને હ્રદયમાં બે મોટા હોલ. ડાઉન સિન્ડ્રોમની વાત કરીએ તો આ એક જીનેટિકલ રોગ છે જેમાં બાળકને 21માં રંગસૂત્રની જોડીમાં એક વધારાનું રંગસૂત્ર હોય જેથી બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મંદતા, ઓછી રોગપ્રતિકારક શક્તિ, બોલવામાં તકલીફ હોય. હર્ષસ્પૃંગ ડીસીઝમાં બાળકનું મોટું આંતરડું ખરાબ હોય જેથી તે નોર્મલ રીતે મળ પાસ કરી શકે નહી અને હ્રદયની બીમારીમાં તો ઓપન હાર્ટ સર્જરી સિવાય કોઈ વિકલ્પ ન હોય.

    આ બધી જ બિમારીઓ વચ્ચે પણ તેણે 11 વર્ષની ઉંમરે યોગ શીખવાનું શરૂ કર્યું. માત્ર ત્રણ વર્ષની મહેનત પછી તેણે હાંસલ કરેલ યોગ ક્ષેત્રમાં અકલ્પનીય સિદ્ધિની પ્રશંસા કરતા અન્વીને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'અન્વી ધ રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા'નું બિરૂદ આપવામાં આવ્યું. અન્વી 200 કરતા પણ વધુ આસનો કરી શકે છે. અનેક શારીરિક અને માનસિક મર્યાદાઓ સાથે પણ અન્વી યોગા શીખતી ગઈ અને એક પછી એક મુકામ હાંસલ કરી દિવ્યાંગો માટે ભારત સરકાર દ્વારા અપાતા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારો તેણે પ્રાપ્ત કર્યા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply