પ્રેમ અને ક્ષમાનો પર્વ એટલે ગુડ ફ્રાઈડે
Live TV
-
જાણો શું કામ મનાવામાં આવે છે ગુડ ફ્રાઈડે અને આ દિવસે શું કરવમાં આવે છે...
ગુડ ફ્રાઈડેનો તહેવાર ઈસાઈ ધર્મમાં ઉજવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસે ઇસુના બલિદાનને યાદ કરે છે. આ ખ્રિસ્તી ધર્મના મુખ્ય તહેવારોમાનો એક છે. કહેવાય છે કે, આ જ દિવસે ઇસુને સૂળી પર ચઢાવવામાં આવ્યા હતા. આ દિવસને હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે, આ જ દિવસે ઈસા મસીહે પોતાના પ્રાણ ત્યજીને દુનિયા સામે સાચા પ્રેમ અને બલિદાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ જ કારણ છે કે આ દિવસે લોકો બપોરે ચર્ચમાં એકઠા થાય છે અને પ્રાર્થના કરે છે. આ દિવસે અનેક લોકો વ્રત પણ રાખતા હોય છે.
એવું કહેવાય છે કે, ઈસાએ પ્રાણનો ત્યાગ કર્યો તે પહેલા તેમના પર અનેક અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. તેમના શરીરનાં ખીલા ધરબી દેવામાં આવ્યા હતા, બાદમાં તેમને સૂળીને ઉપાડીને ચાલવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના શરીર પર કોરડાના પ્રહાર પણ કરવામાં આવ્યા હતા. અંતમાં ઈસાએ ઈશ્વરને યાદ કરતા તેમના પ્રાણ ત્યજી દીધા હતા.
કહેવાય છે કે, જે દિવસે ઈશાને સૂળી પર લટકાવવામાં આવ્યા તે શુક્રવાર એટલે કે ફ્રાઈડેનો દિવસ હતો. માટે ઈસાને યાદ કરીને ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે. બાઈબલમાં કહેવામાં આવ્યુ છે કે, ફ્રાઈડેથી લઈને શનિવારની મધ્ય રાત્રિ સુધી 3 દિવસ કબરમાં રહ્યા બાદ ઈસ્ટર સંડેના દિવસે ઈસા મસીહ ફરીથી જીવિત થઈ ગયા હતા.
ગુડ ફ્રાઇડેના દિવસે સરકારી ઓફિસોમાં રજા રહે છે. આ દિવસે લોકો ચર્ચમાં જઈને ઈશુના સંદેશને યાદ કરે છે. આ દિવસે લોકો કોઈ જ પ્રકારનો ઉત્સવ કે ઉજવણી નથી કરતા.
