Skip to main content
Settings Settings for Dark

નવસારી કૃષિ યુનિ.ના ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીને સતત બીજા વર્ષે 'બેસ્ટ સેન્ટર એવોર્ડ' એનાયત

Live TV

X
  • ભારતીય કૃષિ અનુસંધાન(ICAR)ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP)ફળની 9મી વાર્ષિક જૂથ બેઠક કોરોનાને કારણે ઓનલાઇન તા. 8 માર્ચ થી 11 મી માર્ચ દરમ્યાન યોજવામાં આવી હતી. જે ભારતની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલ 50 કેન્દ્રોની આખા વર્ષ દરમ્યાનની થયેલ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં ફળ સંશોધન કેન્દ્ર કૃષિ યુનિવર્સીટી ગણદેવીને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ.પ્રકાશ પાટીલ દ્રારા ભારતીય કૃષિ અનુસંધાનના ડીડીજી હોર્ટીકલ્ચર ડૉ. આનંદ કુમાર સિંહના અધ્યક્ષ સ્થાને વર્ષ 2021 માટે "બેસ્ટ સેન્ટર એવોર્ડ" આપવામાં આવ્યો છે. 

    નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી તાલુકામાં આવેલા ફળ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી ગણદેવી કેન્દ્રના વડા ડૉ. અંકુર પી.પટેલ જણાવ્યું હતું કે વર્ષ 2020 માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને " બેસ્ટ સેન્ટર એવોર્ડ" મળ્યો હતો. આમ ફળ સંશોધન કેન્દ્રને આખા ભારતમાંથી સતત બે વર્ષથી બેસ્ટ સેન્ટર એવોર્ડ મળેલ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. 

    વધુમાં ફળ સંશોધન કેન્દ્ર,ગણદેવીને આ વર્ષ 2021 માટે વધુ એક એવોર્ડ "એવોર્ડ ઓફ એક્ષેલન્સ" પણ મળ્યો છે. આ એવોર્ડ ફળ સંશોધન કેન્દ્ર,ગણદેવી દ્રારા કેળના રોપા ઉછેરવાની મેક્રોપ્રોપેગેશન ટેકનોલોજીનું ખેડૂતોમાં બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા બદલ આપવામાં આવ્યો છે.

    નવસારી કૃષિ યુનિવર્સીટી ગણદેવીને બંને એવોર્ડ મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ, સંશોધન નિયામક ડૉ. અહેલાવત, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. સી.કે.ટીંબડીયા અને કુલસચિવ એચ.વી.પંડ્યાએ ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. તેમજ ભવિષ્યમાં પણ આવી જ સરસ પ્રવૃતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.  

    આ અવસરે સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી ગણદેવીના ડૉ. પી.કે.મોદી, ડૉ. કે.ડી.બિશને, પ્રો. બંકિમ નાયક તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા ડૉ. અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply