Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે કોરોનાના કુલ 8,934 કેસ નોંધાયા, 34ના મોત

Live TV

X
  • રાજ્યમાં આજે કોરોનાના નવા 8934 કેસ નવા સામે આવ્યા છે. તો બીજી તરફ 15,177 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10,98,199 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 93.23 ટકાએ પહોંચી ચુક્યો છે.

    આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3309 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 265 કેસ તો રાજકોટ શહેરમાં 320 કેસ, વડોદરા 1512 શહેરમાં કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 279 કેસ, ભાવનગર શહેરમાં 97 કેસ સામે આવ્યા છે. 

    એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 69,187 એક્ટિવ કેસ છે. જે પૈકી 246 વેન્ટીલેટર પર છે. 68,941 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10,98,199 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10545 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 34 મોત નોંધાયા છે જેમાંથી સૌથી વધુ મોત અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 10 મોત નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં ચાર અને વડોદરા કોર્પોરેશન તથા ભરૂચમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત સુરત કોર્પોરેશન અને સુરત જિલ્લામાં બે-બે તથા વડોદરા, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર અને બોટાદમાં એક-એક મોત નોંધાયા છે.

    રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 36 ને રસીનો પ્રથમ અને 784 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6476 ને પ્રથમ 15785ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 25614 ને પ્રથમ 65796 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના 20004 ને પ્રથમ અને 97885 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 40685 ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. આજે કુલ 2,73,065 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,86,55,5466 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply