Skip to main content
Settings Settings for Dark

પોરબંદર: 8માં ધોરણના વિદ્યાર્થીની પાંખીયા વગરના પંખાની કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી આપી

Live TV

X
  • પોરબંદરના 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પાંખીયા વગરનો પંખો બનાવ્યો છે. તેની આ કૃતિ ઇન્સ્પાયર એવોર્ડ માટે રજૂ કરાતાં આ કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી છે. જેથી હવે તે સ્ટેટ લેવલે પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે.

    બાળકોમાં ટેલેન્ટ છુપાયેલું હોય છે. આ ટેલેન્ટને બહાર લાવવા અને પ્લેટફોર્મ આપવા સરકાર દ્વારા ઇન્સપાયર એવોર્ડનું આયોજન થાય છે. જેમાં પોરબંદરના ધૈર્ય વિમલભાઈ હિંડોચા નામના 14 વર્ષીય તરૂણે પોતાની કૃતિ રજૂ કરી હતી. ધૈર્યએ બ્લેડ લેસ ફેન એટલે કે, પાંખીયા વગરનો પંખો બનાવ્યો છે.

    ધૈર્ય એમ. કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. ધૈર્યએ જણાવ્યું હતું કે, પાંખીયા વાળો પંખો હોય તો તેમાં નાના બાળકો હાથ નાખી દે તો બાળકને ઈંજા પહોંચી શકે છે જેથી પાંખિયા વગરનો પંખો બનાવ્યો છે જેમાં બ્લેડ અંદર હોય છે આથી પંખો હવા ફેંકે પરંતુ પાંખીયા નીચે હોય જેથી દેખાઈ નહિ અને બાળકને નુકશાન ન થાય તે હેતુથી આ ઇનોવેશન તૈયાર કરી રજૂ કર્યું હતું.

    આ તરૂણે આ વર્ષે બીજું પણ નવું ઇનોવેશન તૈયાર કર્યું છે. જેમાં દિવ્યાંગજનો કે જે હાથેથી રોટલી વણી શકતા નથી તેઓને ધ્યાનમાં રાખી ઓટોમેટિક રોટીમેકર બનાવ્યું છે જેમાં લોટનો પિંડો મુકવાથી રોટલી વણાઈ જાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply