Skip to main content
Settings Settings for Dark

મહેસાણાઃ દોલતપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે સ્માર્ટ સ્કૂલ બનાવી

Live TV

X
  • મહેસાણામાં આવેલ દોલતપુરા પ્રાથમિક શાળાના એક શિક્ષકે સ્માર્ટ સ્કૂલ પ્રોજેકટ દ્વારા આંગળીઓના ટેરવે શિક્ષણનો ડિજિટલ પ્રવાહ વહેતો કરી શાળા અને શિક્ષણ પદ્ધતિની તાસીર બદલી છે. 

    મહેસાણામાં આવેલ દોલતપુરા ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષકે સ્માર્ટ સ્કૂલ પ્રોજેકટ દ્વારા આંગળીઓના ટેરવે શિક્ષણનો ડિજિટલ પ્રવાહ વહેતો કરી શાળા અને શિક્ષણ પદ્ધતિની તાસીર બદલી બતાવી છે. દોલતપુર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મેહુલ પ્રજાપતિએ શાળામાં જોડાયા ત્યારે બ્લેક બોર્ડ પર બાળકોને ભણાવવાની પદ્ધતિને અપડેટ કરતા પોતાના પાસે રહેલ લેપટોપના ઉપયોગ દ્વારા બાળકોને ડિજિટલ શિક્ષણ આપવાનું શરૂ કર્યું જે બાદ તેમના દ્વારા IIMમાં રજૂ કરાયેલ ઇનોવેશનની પસંદગી કરાઈ હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનથી તેઓએ પ્રેરણા મેળવતા દોલતપુરા પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવા કામ કર્યું. શાળામાં સરકાર અને જનસહયોગથી જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ બે પ્રોજેક્ટર, 60 ટેબ્લેટ, કોમ્પ્યુટર અને ટચ પેનલ સહિત સ્માર્ટ ડિસ્પ્લે લગાવી. આ સાધનોથી બાળકોને અતિ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે શિક્ષણ આપવાનું શરૂ કર્યું આમ ગામ લોકોએ ક્યારેય વિચાર્યું ન હતું તેવું ડિજિટલ અને ટેકનોલોજી સાથે આંગળીઓના ટેરવે વિદ્યાર્થીઓ સ્માર્ટ પદ્ધતિથી શિક્ષણ મેળવતા દોલતપુરા પ્રાથમિક શાળા એક મોડલ સ્માર્ટ સ્કૂલ તરીકે રાજ્યમાં ખ્યાતિ પામી છે.

    દોલતપુરા શાળાના પ્રેરણાસ્ત્રોત શિક્ષક મેહુલ પ્રજાપતિની ICT વર્ગ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ તેમની પસંદગી થઈ છે જેમાં તેમની દીકરી ચેન્સીએ તેમના પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી લોકડાઉનના સમયનો સદઉપયોગ કરતા કોમ્યુટર કોર્ડિંગ અમે લેંગ્વેજીસનો દ્વારા 25 જેટલા કવિઝ, શિક્ષણ અને રમત ગમતના વિવિધ પ્રોજેક્ટો તૈયાર કરતા તેની નાની ઉંમરે ટેકનોલોજી અને ડિજિટલ જ્ઞાનનો ભંડાર ભેગો કરતા NCITની રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ પોતાના પ્રોજેકટ રજૂ કરવા માટે પસંદગી પામી છે. આમ સરકારી શાળાના એક શિક્ષક પિતા અને સરકારી શાળાની એક વિદ્યાર્થીની પુત્રીએ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાઓમાં પસંદગી પામી મહેસાણા જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply