ગુજરાતી સંગીતના નામી કૌમુદીબેન મુન્શીનું નિધન
Live TV
-
સતત 50 વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતમાં પોતાનું યોગદાન આપનાર ગાયીકા કૌમુદીબેન મુન્શીનું મુંબઈ ખાતે 91 વર્ષની વયે નિધન થયું છે. સંગીતના મહારાણી કહેવાતા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરી, દાદરા વગેરે તેઓ શીખ્યા હતા. સંગીતની આ સફરમાં , તેમના પતિ નીનુ મજમુદારનો, તેમને સાથ રહ્યો હતો. તેઓએ પુષ્ટી સંપ્રદાય માટે ભજનો તેમજ સ્તુતિઓનું નિર્માણ પણ કર્યું હતું. તેમજ મારવાડી સમાજ માટે પણ તેમણે , સંગીતનું યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ,ટ્વીટ કરી ને તેમને શ્રધ્ધાંજલી આપી હતી.
