ગુજરાત યુનિ.માં ભણતી મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃતમાં Ph.D. કરી
Live TV
-
દેશની પ્રાચીન ભાષા સંસ્કૃતની લોકપ્રિયતા વિદેશોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં ભણતી મુસ્લિમ વિદ્યાર્થીનીએ ઇતિહાસ રચ્યો છે. અમરેલીની ઇગોરાળા ગામની સલમા કુરેશીએ સંસ્કૃતમાં Ph.D. કરીને સંસ્કૃત ભાષાનું ગૌરવ વધાર્યું છે.
યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગની વિદ્યાર્થિની સલમાબેન કુરેશીએ पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम् વિષય પર Ph.D. સંપન્ન કર્યું છે. ડો. અતુલભાઇ ઉનાગરના માર્ગદર્શન હેઠળ સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યો પર શોધ કાર્ય કર્યું છે. આ સંશોધન ગુજરાતના જ નહીં પણ દેશના શિક્ષણવિદો, શિક્ષકો, આચાર્યો અને શાળા સંચાલકોને સહાયરૂપ સાબિત થશે.
સલમાની આ સિદ્ધિથી પ્રેરાઈને તેમની બહેન પણ ગાંધીનગરની કોલેજમાં સંસ્કૃત વિષયમાં Ph.D. કરી રહી છે. સલમા કુરેશીએ જણાવ્યું હતું કે તેમને પહેલાથી પુરાણો, ધર્મગ્રંથો વાંચવાનો શોખ હતો તેથી તેમને પીએચડી કરવાનું નક્કી કર્યુ હતું. અને ભવિષ્યમાં સંસ્કૃતના પ્રોફેસર બનાવા અંગેની તેઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી.
