ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા જૂનને બદલે જુલાઈમાં લેવાશે
Live TV
-
પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ આગામી દિવસોમાં મળનારી એકેડમિક કાઉન્સીલ અને સિન્ડિકેટની બેઠકમાં નક્કી થશે
ગુજરાત યુનિવર્સિટીના 2 અને 4 સેમેસ્ટરના આર્ટસ, કૉમેર્સ, અને સાયન્સના વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના મૂલ્યાંકનના આધારે પ્રમોશન આપવામાં આવશે. જ્યારે કોલેજોની અન્ય પરીક્ષાઓ જૂનના બદલે જુલાઈમાં લેવામાં આવશે, પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ આગામી દિવસોમાં મળનારી એકેડમિક કાઉન્સીલ અને સિન્ડિકેટની બેઠકમાં નક્કી થશે.ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો, જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, UGC અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની ગાઇડલાઈન મુજબ સેમેસ્ટર બે અને ચારના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવશે, આ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
