Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં મેઘરાજાના વધામણા : રાજકોટ, ભાવનગર, અમરેલી પંથકમાં વરસાદ

Live TV

X
  • જસદણ, મહુવા, રાજુલા, પાલીતાણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ

    રાજકોટ, ભાવનગર, અમરેલી જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી છે. રાજકોટના જસદણ, શાપર-વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગોંડલ  પંથકમાં પણ વરસાદપડતા ખેતરોમાં પાણી ભરાયા હતા.જ્યારે અમરેલીના રાજુલા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથક ચોત્રા, નાના આગરિયા, મોટા આગરિયા, નાગેશ્રીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા પંથકના ભાવરડી, નાનુડીમાં માત્ર અડધી કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો.આ સિવાય ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ભાવનગરના મહુવા, તળાજા, ગારિયાધાર, પાલિતાણામાં તેમજ ગ્રામ્ય પંથકો બગદાણા, બોરડા, નાની રાજસ્થળી,
    કસાણ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. તેમજ ભાવનગર શહેરમાં પણ હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું.અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મેઘરજ પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરજ ના રામગઢી સજ્જનપુર લીંબોદરા વાવ કંપા પંથક માં પવન સાથે વરસાદ પડ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply