Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : રથયાત્રા પૂર્વે સાદગીથી નીકળશે જળયાત્રા

Live TV

X
  • જળયાત્રામાં શોભાયાત્રા નહીં યોજાય

    અમદાવાદ શહેરમાં આગામી મહિનાની 23મી જૂને રથયાત્રા નીકળવાની છે. અમદાવાદમાં નીકળનારી રથયાત્રા અગાઉ યોજાતી જળયાત્રામાં લાખો ભક્તો અને સાધુસંતો જોડાયને અવસરનો અનેરો લ્હાવો ઉઠાવે છે. ત્યારે વૈશ્વિક રોગચાળા કોરોનાના કારણે મંદિરના ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં મંદિરના ટ્રસ્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ગાદીપતિ તેમજ ટ્રસ્ટના લોકો જ જળયાત્રામાં જોડાશે. ભૂદરના આરે માત્ર ટ્રસ્ટીઓ અને ગાદીપતિ જ પુજા કરશે.શુક્રવારે એટલે 5મી જૂનના રોજ જળયાત્રા યોજાવવાની છે. રથયાત્રા અગાઉના પ્રથમ ચરણ જળયાત્રા પણ આ વખતે સાદગીપૂર્વક યોજાશે. આ વર્ષની જળયાત્રામાં પણ ગણતરીના જ લોકો જોડશે. જળયાત્રામાં આ વખતે શોભાયાત્રા નહીં યોજાય. આ ઉપરાંત મામેરાની
    વિધિ સાદગીપૂર્વક યોજાશે. સરસપુરના રણછોડ મંદિરથીથી માત્ર બે લોકો આવી મામેરાની વિધિની ઔપચારિક્તા પૂરી કરશે.આમ, આ વખતે મામેરાની વિધિનું પણ સંપૂર્ણ સાદગીપૂર્વક આયોજન થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply