ગોધરામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ એક સગર્ભા મહિલા માટે દેવદૂત બની
Live TV
-
ગોધરામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ એક સગર્ભા મહિલા માટે દેવદૂત બનીને આવી હતી.. અમદાવાદથી દાહોદ જતી બસમાં રાજસ્થાનના ખજૂરાની 30 વર્ષીય સગર્ભા શ્રમિક મહિલા મુસાફરી કરી રહી હતી.. બસ ગોધરા ST ડેપો પહોંચી ત્યારે આ મહિલાને પીડા થતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.. 108 એમ્બ્યુલન્સના EMT સુમિત્રા બારિયાએ મહિલાનું ચેકઅપ કરતા જણાયું કે, મહિલાને બસમાંથી નીચે ઊતારી શકાય કે હોસ્પિટલ પહોંચાડી શકાય તેવી સ્થિતિ નથી.. એટલે EMTએ નિષ્ણાત તબીબની ટેલીફોનિક મદદથી બસમાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી.. ત્યારબાદ નવજાત બાળકી અને માતાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી..
