જાણો અવકાશનું ભ્રમણ કરનાર પ્રથમ વ્યક્તિ 'યૂરી ગગારિન' વિષે
Live TV
-
યૂરી ગગારિન રશિયન અંતરિક્ષ યાત્રી હતી, જેમણે પ્રથમવાર અંતરિક્ષમાં જઈ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું
12 એપ્રિલ 1961ના રોજ યૂરી ગગારિને અંતરિક્ષની યાત્રા કરી ઇતિહાસ રચ્યો હતો. યૂરી ગગારીને 12 એપ્રિલ 1961ના રોજ રશિયન અંતરિક્ષ યાન વૉસ્તક 1માં બેસી 1 કલાક 48 મિનિટ સુધી પૃથ્વી ઉપર ઉડાણ ભરી હતી અને રશિયા પરત ફર્યા હતા. યૂરી ગગારિનની આ સિદ્ધિને યાદ કરવા માટે દર વર્ષે 12 એપ્રિલના રોજ 'ઇન્ટરનેશનલ ડે હ્યુમન સ્પેસ ફ્લાઇટ' તરીકે ઉજવવામાં આવે છે. યૂરી આઉટર સ્પેસમાં પહોંચનારા તેઓ દુનિયાના પ્રથમ વ્યક્તિ હતી. ભારત સરકારે પણ ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે.
યૂરી ગગારિન વિષે જાણો
1. 9 માર્ચ 1934માં યૂરી ગગારિનનો જન્મ થયો હતો.
2. 12 એપ્રિલ, 1961ના રોજ યૂરી ગગારિનએ 'વૉસ્તાક-1'માં બેસી અંતરિક્ષમાં પૃથ્વીની દિશામાં ભ્રમણ કર્યું હતું.
3. આઉટર સ્પેસમાં પહોંચનારા તેઓ દુનિયાના પ્રથમ વ્યક્તિ હતા.
4. જ્યારે યૂરી 6 વર્ષના હતા ત્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમના ઘરને કબજે કરી લેવાયું હતું, જેના તેઓ બે વર્ષ સુધી ઝૂપડીમાં રહ્યા હતા.
5. 16 વર્ષની ઉંમરે તેમણે ફાઉન્ડ્રીમેન તરીકે ટ્રેનિંગ લીધી હતી, ત્યારબાદ ઓટો ક્ષેત્રે વિષે તેમણે અભ્યાસ શરૂ કર્યો હતો.
6. સ્કૂલમાં યૂરી ગગારિનનો સૌથી મનપસંદ વિષય ગણિત હતો.
7. યૂરીએ અંતરિક્ષમાં પૃથ્વીની દિશામાં 108 મિનિટ સુધી ચક્કર લગાવ્યો હતો. તેઓ 207 કિ.મીની ઊંચાઇએ 27,000 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાનો સામનો કર્યો હતો.
8. મહત્વની વાત એ છે કે, તેમની ઉંચાઈ માત્ર 5 ફૂટ હતી, જેના કારણે આ અભિયાનમાં તેમની પસંદગી થઈ હતી.
9. વર્ષ 1955માં સારાતોવ શહેરમાં તેમણે કાસ્ટિંગ ટૅકનોલૉજીમાં ડિપ્લોમા કર્યું હતું. આ સાથે જ ફ્લાઇંગ ક્લબમાં ભર્થી થઈ વિમાન ચલાવવાનું શિખતા.
10. મિગ-15 ટ્રેનિંગ જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં યૂરી ગગારિનનું મોત થયું હતું.અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક