યાદોમાં સમેટાઈ ગિટારની ગૂંજ.. પંડિત બ્રીજ ભૂષણની દુનિયાને અલવિદા..
Live TV
-
વિખ્યાત ગિટારિસ્ટ અને સંગીતજ્ઞ પંડિત બ્રીજભૂષણ કાબરાનું નિધન થયું છે. ગિટારને ક્લાસિકલ મ્યુઝિકમાં એક વાદ્ય તરીકે સ્વીકારનારા અને ગિટારમાં વૈવિદ્યસભર સંશોધનો કરનારા પંડિતજી પહેલાં સંગીતજ્ઞ હતા.
1937માં જન્મેલા પંડિતજીને રાજસ્થાન ઉપરાંત રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી સહિતના અનેક નામ-અકરામ મળેલાં છે. પંડિતજીએ શરુઆતના તબક્કામાં, ઉસ્તાદ અલી અકબર ખાં સાથે ઘણી મ્યુઝિકલ કોન્સર્ટ કરી હતી. એ પછી એમણે પંડિત શિવકુમાર શર્મા, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત જસરાજ, પંડિત જોગ વગેરે સાથે પણ પર્ફોમ કર્યું હતું.
અમદાવાદ ખાતે પોતાના કૌટુંબિક કારોબારને સંભાળવા પરત ફરેલાં પંડિતજી પછી અમદાવાદમાં જ વસી ગયાં. એમનું અમદાવાદ ખાતે અવસાન થયું છે.