વર્ષ 1919માં આજના દિવસે બની હતી જલિયાવાલા બાગની ઘટના
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી જલિયાવાલા બાગના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખું સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. 97 વર્ષ પહેલા થયેલા આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા અંગ્રેજોને નાઈટહડની ઉપાધી પરત કરી દેવામાં આવી હતી.વર્ષ 1919માં આજના દિવસે પંજાબમાં જલિયાવાલા બાગની ઘટના બની હતી..જેને દેશ ક્યારેય ભૂલી નથી શકતો..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરી જલિયાવાલા બાગ કાંડમાં શહીદ થયેલા લોકોને યાદ કર્યા અને લખ્યુ છે કે જલિયાવાલા બાગ નરસંહારના બહાદૂર શહીદોને શ્રદ્ધાંજલિ.શહીદોની અદમ્ય ભાવનાને હંમેશા યાદ કરતો રહેશે દેશ..આપણી આઝાદી માટે તેમણે પોતાનું જીવનનું બલિદાન આપી દીધુ..શહીદોની કુરબાનીને ક્યારેય ભૂલી શકાય તેમ નથી..