કેરળ અને બંગાળમાં નવા વર્ષની થઈ રહી છે ઉજવણી
Live TV
-
કેરળ અને બંગાળમાં નવ વર્ષના પર્વને વિષુ અને પહલા બૈશાખ કહેવામાં આવે છે
આજે કેરળ અને પશ્ચિમ બંગાળમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.કેરળ અને બંગાળમાં નવ વર્ષના પર્વને વિષુ અને પહલા બૈશાખ કહેવામાં આવે છે..વિશુ મલયાલમ મહિનાની મેષની પ્રથમ તિથિના દિવસે મનાવાય છે..તો બંગાળી લોકો નવ વર્ષને પોઈલા બૈસાખ ના નામથી મનાવે છે.
ભારતમાં અનેક સમુદાયના લોકો રહે છે..તેમાંથી અનેક ધર્મ અને સંપ્રદાયના નવ વર્ષ પણ અલગ અલગ હોય છે..આમ તો નવું વર્ષ 1 જાન્યુઆરીથી થાય છે..અહી એવી માન્યતા છે કે કેરળમાં આ દિવસે ધાન્યની વાવણી કરવામાં આવે છે..કેરળની સાથે મલયાલમ પણ નવ વર્ષને શુભકારી માને છે..આ દિવસે લોકો નવું પંચાગ ખરીદે છે..અને આખા વર્ષનું ભવિષ્ય જુએ છે..આ દિવસે દરેક ઘરોમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા થાય છે અને સારી ખેતી થાય તે માટે કામના કરવામાં આવે છે..કેરળના અમુક વિસ્તારોમાં વિષુના દિવસે આતશબાજી થાય છે..દિવાળીની જેમ મનાવે છે.