બંધારડાના ખેડૂતોને ઇઝરાયેલની ટૅક્નિકથી ફાયદો
Live TV
-
બંધારડા ગામના જાગૃત ખેડૂતો હવે શાકભાજીની ખેતી કરીને વધુ વળતર મેળવી રહ્યા છે
અમરેલી જિલ્લાના છેવાડાના નાના એવા બંધારડા ગામના જાગૃત ખેડૂતો હવે શાકભાજીની ખેતી કરીને વધુ વળતર મેળવી રહ્યા છે. પાણીના તળ ઊંડા જતાં હવે સિંચાઇનું પાણી બહુ ઓછું પ્રાપ્ત થાય છે ત્યારે ગામના જાગૃત ખેડૂતો ઇઝરાયેલ પદ્ધતિની ખેતી તેમજ ડ્રિપ-ઇરિગેશનનો ઉપયોગ કરે છે. તેમજ મલચિંગનો ઉપયોગ કરીને ટેટીનું ઉત્પાદન મોટા પાયે કરે છે. આને કારણે તેમને ઓછા ખર્ચે વધુ વળતર મળે છે. આ સાથે તેઓ ગુવાર, ભીંડા, તેમજ ટમેટાંનું પણ વાવેતર કરી આવકમાં વધારો કરે છે. બંધારડા ગામથી શાકભાજીનો ટેમ્પો દરરોજ અમરેલી શાકમાર્કેટમાં આવે છે, અને ખેડૂતો સૌને નવો રાહ બતાવે છે કે, ટૂંકી ખેતી, ઓછું પાણી અને ઓછા ખર્ચ છતાં વળતર વધુ કેવી રીતે મળવી શકાય. ઇઝરાયેલ પદ્ધતિની ખેતી તેમજ ડ્રિપ-ઇરિગેશનનો ઉપયોગ કરી ખેડૂતો હવે શાકભાજીની ખેતી કરીને વધુ વળતર મેળવી રહ્યા છે.