અમરેલીના ચમારડી ગામે સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન યોજાયા
Live TV
-
અમરેલી જિલ્લાના ચમારડી ગામે સમાજને સામાજિક સમરતાનો સંદેશ આપતા એક સમૂહ લગ્ન યોજાઈ ગયા. સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહ લગ્નમાં 253 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
અમરેલી જિલ્લાના ચમારડી ગામે સમાજને સામાજિક સમરતાનો સંદેશ આપતા એક સમૂહ લગ્ન યોજાઈ ગયા. સર્વજ્ઞાતિના યોજાયેલા સમૂહ લગ્નમાં 253 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નની વિશેષતા એ રહી કે તેમાં મૂસ્લિમ યુવતીઓના નિકાહ પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે નવ દંપતિને આર્શિવાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજ્યમંત્રી પરષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજો ઉપસ્થિત રહ્.યા હતા. સમૂહ લગ્નના અવસરે રકતદાન કેમ્પ શિબિર, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં જાણીતા કથાકાર મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને નવદંપતિઓને આર્શિવાદ આપ્યા હતા. તેમજ હિન્દુ મુસ્લિમના સમુહ લગ્ન સમારોહને સામજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.